અમરેલીમાં અગિયારસે મેઘાનાં શૂકન : ચિતલમાં અડધો ઇંચ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે ભીમ અગીયારસના દિવસે મેઘરાજાએ શુકન સાચવ્યું હતુ અને બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાયા હતા અમરેલી શહેરમાં બપોર બાદ અમીછાટણા થયા હતા જયારે અમરેલી નજીક આવેલા ચિતલ ગામે પવનની વાજડી સાથે અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બાબરા તાલુકાના કોટડાપીઠા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવતા સાંજના 5:20 કલાકે પવનની વાજડી સાથે વરસાદનું ઝાપટુ પડયુ હતુ અને મેઘરાજાએ ભીમઅગીયારસના શુકન સાચવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.હાલ ગરમીની સાથે અસહય બફારો પણ જોવા મળી રહયો છે.