અમરેલીમાં અતિ આવશ્યક ચીજવસ્તુઓ જરૂરી સારવાર માટે હેલ્પલાઈન સેવા શરૂ

અમરેલી,
અમરેલીમાં આવશ્યક ચીજવસ્તુ તેમજ અતિ જરૂરી સારવાર માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
જેનો જરૂરીયાત મંદોએ લાભ લેવા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જણાવાયુ છે.
અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર માટે બહાર જવામાં મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર 02792-1077 અથવા ટેલિફોન નંબર 02792-230735 ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ યાદીમાં જણાવાયુ છે.