અમરેલીમાં અનરાધાર મેઘમંડાણથી જળ બંબાકાર

  • ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સતર્ક : એનડીઆરએફની ટીમ ખડેપગે : જિલ્લાભરમાં ઠેર ઠેર ભારે વરસાદ 

અમરેલી,
ગુલાબ વાવાઝોડાને કારણે અરબી સમુદ્રના કાંઠે આવેલા અમરેલી જિલ્લાને વ્યાપક અસર થઇ છે અને છેલ્લા ત્રણ દિવસના સતત વરસાદને કારણે જિલ્લાભરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે જ્યારે મંગળવારે રાત્રીથી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાદળો જમીનથી 50 થી 100 ફુટ ઉંચા આવી જતા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર ખેતીપાકોને વ્યાપક નુકશાની થઇ છે અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે તથા મકાનો અને દિવાલો પડવાના તથા વિજળી પડવાના બનાવોના અહેવાલો મળી રહયા છે આજે બુધવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાત ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધ્ાુ વરસાદ રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં છે અને લીલીયા પંથકમાં ગત રાત્રીના વરસાદ ન હતો પરંતુ આજે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ પાણી પડી ગયુ છે જેના કારણે લીલીયાના ખારા અને ગુંદરણ બેટમાં ફેરવાતા કલેકટરે ટીડીઓ તથા મામલતદારને ત્યાં મોકલ્યા છે.
અમરેલી તાલુકાના કેરાળા, વિરડીયામાં સાંતલડી નદીનું પાણી ગામમાં ઘુસી ગયુ છે જ્યારે વિઠલપુર ખંભાળીયાના દલીત વિસ્તારમાં પાણી ભરાયા હોવાની જાણ થતા કલેકટરે તંત્રને ત્યાં દોડાવ્યુ છે ડેડાણમાં મકાન પડી ગયુ
ચમકારા અને કડાકા ભડાકા સાથે 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી અપાઇ છે અને હજુ બે દિવસ સુધી 20 જિલ્લાને એલર્ટ કરી તોફાની વરસાદની આગાહી કરાઇ છે. તથા માછીમારોને ટોકન ઇસ્યુ ન કરવા અને પ્રવાસન ધામો બંધ કરવા તથા ત્રણ નંબરના સિગ્નલ લગાવવા અષાદેશ અપાયો છે.આજે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તથા કાલે જામનગર, દેવ ભુમિ દ્વારકાના હાલારનો વારો છે અને બીજી તારીખે રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.