અમરેલીમાં અનેક લોકો સમયસર સારવાર લઇ સરળતાથી કોરોનાને હરાવી રહયા છે

  • સમય વર્તે સાવધાનની જેમ વેક્સિન લેનાર ઝડપથી સાજા થાય છે
  • જે લોકો સારવારમાં આવવા મોડુ કરે છે તેને ઝડપથી યમરાજનું તેડુ આવે છે : ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆરની કીટ ખલાસ : તાત્કાલીક વ્યવસ્થા કરવી જરૂરી

અમરેલી,
સમય વર્તે સાવધાનની જેમ વેક્સિન લેનાર ઝડપથી સાજા થાય છે અને અમરેલીમાં અનેક લોકો સમયસર સારવાર લઇ સરળતાથી કોરોનાને હરાવી રહયા છે જે લોકો સારવારમાં આવવા મોડુ કરે છે તેને ઝડપથી યમરાજનું તેડુ આવે છે તેવુ અત્યાર સુધીના અનુભવથી તબીબો જાણી ચુક્યા છે અને અનેક લોકો ખાનગી સારવાર લઇ સાજા પણ થઇ રહયા છે.દરમિયાન અમરેલીની ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆરની કીટ ખલાસ થતા લોકો ધક્કા ખાઇ રહયા છે અને સેલ્ફ રિપોર્ટીગ માટે તેમને બીજે ક્યાય સગવડતા ન હોય એન્ટીજન ટેસ્ટનો સહારો રહે છે સરકાર દ્વારા આ ખાનગી લેબને આરટીપીસીઆર કીટ અને ડી ડાઇમરની કીટ તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા અને સુચના જરૂરી છે. બીજી તરફ જિલ્લાભરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની તંગીનો અહેસાસ થઇ રહયો છે અમરેલીના એક તબીબ અને આગેવાનના જણાવ્યા અનુસાર અમરેલીમાં એવા પણ મૃત્યુ થયા કે જેમણે સમયસર ઓક્સિજન ન મળ્યો હોય સરકાર આ બંને મામલે તુરંત નિર્ણય લે તે જરૂરી છે.