અમરેલીમાં અનોખી રીતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

  • મધર ક્લબ ઓફ અમરેલી તેમજ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા
  • શ્રી દિલીપભાઈ સંઘાણી,શ્રી નારણભાઈ કાછડીયા,શ્રી ગીતાબેન સંઘાણી,શ્રી અશ્ર્વિન સાવલીયાની ઉપસ્થિતી

અમરેલી,કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં સૌથી વધારે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરવામાં આવી હોય તો તે આપણા દેશના સફાઈ કામદાર છે.
આવી મહામારીમાં પોતાની જાતની પરવા કર્યા વિના સમગ્ર દેશને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યા છે જેના લીધે સમગ્ર સમાજ તંદુરસ્ત રહી શકે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મધર કલબ ઓફ અમરેલી તેમજ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા કોરોના વોરિયર્સ ને રાખડી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે સફાઈ કામદાર થી શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ કોઈ નથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરી સફાઈ કામદારોને રક્ષા સાથે માર્કશીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઈમ્યુનિટી પાવર વધારવા માટે ઉપયોગી એવા સંજીવની લાડુ આપવામાં આવ્યા હતા.
આ સન્માન એ માત્ર અમરેલીના સફાઈ કામદાર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સફાઈ કામદારો તેમનો પરિવાર સ્વસ્થ રહે સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ ગીતાબેન સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી અમરેલી શહેર ભાજપના પ્રમુખ તુષારભાઈ જોશી મહિલા વિકાસ ગૃહ ના પ્રમુખ અરુણાબેન માલાણી મંત્રી નીતાબેન વધાણી, અમરેલી જિલ્લા સહકારી સંઘ ના પ્રમુખ મનીષભાઇ સંઘાણી અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા,ધીરુભાઈ વાળા ,શૈલેષભાઇ પરમાર ,ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયાબેન શેઠ, નિકિતા મહેતા ,રેખાબેન પરમાર, રેખાબેન માવદીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડોક્ટર કોરોનાવાયરસ તરીકે સેવા કરે છે ત્યારે સુરક્ષિત કીટ પહેરીને કામ કરી શકે છે પરંતુ સફાઈ કામદાર ને એવી કોઈ વ્યવસ્થા નથી છતાં પણ સતત તે કામ કરી રહ્યા છો વિકાસ ગૃહ ખાતે આ કાર્યક્રમ થયું છે ત્યારે ભૂતકાળમાં વિકાસ ગૃહ ની દીકરી ના લગ્ન પ્રસંગે સફાઈ કામદાર બેનનું હાથઘરણું તેમજ ઢોલીના ચાંદલા ને સૌથી શ્રેષ્ઠદાન ગણાવ્યું હતું એ પ્રસંગને યાદ કરીને સફાઈ કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા.સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સફાઈ કામદારને રાખડી બાંધી માસ્ક તેમજ સંજીવની લાડુ વિતરણ કરાયા હતાં