કોરોનાની સારવાર લઇ રહેલા હામાપુર, ધારી, પાણીયા, ઘુઘરાળા, બગસરા, કમીગઢ, ગઢડા, વિછીયા, મહુવા, ઢસા, ખારી ખીજડીયા, ડેડાણ, નેસડી, ધારીના દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાયા
કોરોનાનાં 14 તથા અન્ય બિમારી અને અન્ય કારણે અમરેલી શહેરના 11 લોકોના મળી સવારથી સાંજ સુધીમાં 25 ના મોત નીપજતા હાહાકાર : મરણાંક વધવામાં : ખાનગી દવાખાનાઓ ઉભરાયા
અમરેલી, જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મહામારીના ખપ્પરમાં આજે સવારથી સાંજ સુધીમાં અમરેલી શહેરની ધરતી ઉપર 25 ના મોત નીપજ્યા છે જેમાં 14 કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા અને અન્ય 11 હતા.અમરેલી ખાતે કોરોનાની સારવાર લઇ રહેલા સ્વામીના ગઢડા ગામના 64 વર્ષના પુરૂષ, કમીગઢના 38 વર્ષના યુવાન, જસદણના વિછીયા ગામના 59 વર્ષના પુરૂષ, મહુવાના 65 વર્ષના મહિલા, ઢસાના 45 વર્ષના મહિલા, ખારી ખીજડીયાના 52 વર્ષના મહિલા, ડેડાણના 40 વર્ષના પુરૂષ, નેસડીના 65 વર્ષના મહિલા અને ધારીના 75 વર્ષના વૃધ્ધ તથા બગસરાના હામાપુરમાં 65 વર્ષના મહિલા, ધારીના 63 વર્ષના પુરૂષ, અમરેલીના પાણીયા ગામના 60 વર્ષના વૃધ્ધ દર્દી, બાબરાના ઘુઘરાળા ગામના 85 વર્ષના પુરૂષ દર્દી અને બગસરાના 75 વર્ષના પુરૂષ દર્દીના મોત નીપજ્યા હતા. ઉપરોક્ત 14 કોરોનાના દર્દીઓ ઉપરાંત અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં અન્ય બિમારીવાળા 8 તથા કૈલાશ મુક્તિધામ ખાતે માણેકપરા, ચક્કરગઢ રોડ સહિતના અન્ય 3 લોકોના અંતિમ સંસ્કાર મળી કુલ 11 નોન કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અમરેલીમાં આ આંકડો સતત વધતો રહે તેવી શક્યતા છે.