અમરેલીમાં અવધ મંડળી દ્વારા કોરોના વોરીયર્સના હસ્તે કીટ વિતરણ

અમરેલી, અવધ મંડળી દ્વારા સભાસદોને કરાઇ રહેલ રાશન કીટ વિતરણ આજે કોરોના વોરીયર્સ એવા કોરોના સામેના યુધ્ધમાં મહત્વનો ભાગ ભજવતા યોધ્ધાઓના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.લોકડાઉનના સમયે હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડનાર અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા જે તે શાખાના સભાસદોને સમયસર અને સૌશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય અને તેની ઉપર જોખમ ન રહે તે પ્રકારે કીટ અપાઇ હતી.
અમરેલી ખાતે લોકડાઉનના સૌ પહેલા લોકોને મદદ પહોંચાડનારા ડૉ. ભરતભાઇ કાનાબાર, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, સીવીલ સર્જન ડૉ. હરેશ વાળા , શાંતાબા ગજેરા હોસ્પિટલના સુપ્રિ.શ્રી શોભનાબહેન મહેતા, તથા કોવીડ-19ના ફરજ ઉપરના ડૉ. વિજય વાળા, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ.ધ્ાૃતિબા વાળા તથા રાત દિવસ રેવન્યું વિભાગમાં લોકોના કામો ઝડપભેર થાય તેના માટે પ્રયત્નશીલ શ્રી વિપુલભાઇ મહેતા, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિક વેકરીયા, સેવાભાવી વેપારી આગેવાન શ્રી ઘનશ્યામ રૈયાણી, અમરેલીના યુવા અગ્રણી શ્રી જગદીશભાઇ વઘાસિયાના હસ્તે કિટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, સીનીયર ડાયરેકટરશ્રી બી.એલ. હીરપરા ઉપસ્થિત રહયા હતા.
જયારે બાબરા ખાતે અવધ નાગરીક શરાફી સહકારી મંડળી શાખા દ્વારા જરૂરિયાતમંદ સભાસદો ને રેશનકીટ નું વિતરણ બાબરા સરકારી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડો સાકીર વોરા,બાબરા પોલિસ સ્ટેશન ના પી. આઈ. શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બાબરા તાલુકા મેજીસ્ટ્રેટ ધર્મેશ બગસરિયા, બાબરા પી. એસ. આઈ. વી.વી. પંડ્યા અને બાબરા અવધ ટાઇમ્સ દૈનિક ના યુવા પત્રકાર શ્રી દિપકભાઇ કનૈયા, શ્યામભાઈ સેદાણી અને દિપકભાઇ સેદાણીના હસ્તે કરવામાં આવેલ.