અમરેલીમાં અશ્ર્વમેળા જેવુ વાતાવરણ :સરકારે પોલીસ માટે ઘોડાઓ ખરીદયા

શ્રી આર.ડી.ઝાલા માઉન્ટેડ યુનિટ દ્વારા આયોજન :અમરેલી જીલ્લા તેમજ આજુ – બાજુ માંથી 150 માલીકો અશ્ર્વોને લઇ આવ્યા
અમરેલી,
ગુજરાત રાજય માઉન્ટેડ પોલીસ દળ દ્વારા અમરેલી પોલીસ હેડકવાટરમાં આજ રોજ સવારથી સાંજ સુધીમાં ધોડાઓની ખરીદી રાખવામાં આવી હતી. અમરેલી જીલ્લા માંથી તેમજ આજુ – બાજુમાંથી 150 લોકો પોતાના અશ્ર્વો સાથે આવેલ હતા. જેની ખરીદ કમીટીના મેમ્બર એડિશ્નલ ડી. જી.પી. પિયુષ પટેલ, ભરૂચના એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી. દુધાત, અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય, ડી.વાય એસ.પી. શ્રી રાણા, પી.આઇ. શ્રી બારોટ, માઉન્ટેડ પી.એસ. આઇ. કે.એસ. ભેવલીયા, તેમજ વેટરનરી ડોકટરો ની ઉપસ્થિતિમાં અશ્ર્વોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ખોડાઓની ચાલ, લંબાઇ, દાંત, કાનસુરી વગેરે ચેક કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પહેલા ગુજરાત માઉન્ટેડ પોલીસ દળ દ્વારા ગુજરાતમાં ધોડાઓની ખરીદી કમીટીમાં અમરેલી જીલ્લાના પૂર્વ ડી.વાય.એસ.પી. શ્રી આર.ડી. ઝાલાને ખાસ આમંત્રણ પાઠવીને બોલાવવામાં આવતા હતા. તેઓએ પોલીસ વિભાગમાં નિવૃત થયા બાદ પણ કમીટીમાં સેવાઓ આપી હતી.