અમરેલીમાં આંગણે વાવો શાકભાજી સેમિનાર

  • શ્રી વી.ડી.બાલાની વિશેષ ઉપસ્થિતિમાં કીચન ગાર્ડનની અપાશે સેમીનારમાં અલભ્ય માહિતિ

 

અમરેલી,
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ,ડી.એસ.ટી. ગર્વમેન્ટ ઓફ ગુજરાત પ્રેરિત ડીસ્ટ્રીકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિમ અને બાલ ભવન,અમરેલી તથા નવરંગ નેચર કલબ,રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.27-12-2020 ને રવિવારના રોજ સવારના 9-30 થી 12-00 દરમ્યાન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને બાલ ભવન,અમરેલી ખાતે યોજાનાર છે.વિના મૂલ્યે યોજાનાર સેમીનારના મ મુરધન્ય મહાનુભાવ શ્રી વી.ડી.બાલા ,પ્રમુખશ્રી,નવરંગ નેચર કલબ,રાજકોટ ધ્વારા કીચન ગાર્ડન અન્વયેની રસપ્રદ એવમ ખુબજ મહત્વની બાબતોને આવરી લઈ વિષદ માહિતી જેવી કે કુંડાનું કદ, શાકભાજીના બિયારણ, શાકભાજીના રોપા, વેલા વાળા શાકભાજીની જાતો, કુંડામા વાવી શકાતા કુલછોડ અને વેલાઓ, કુલછોડ અને શાકભાજીમા થતા રોગો અને તેની કાળજી, દેસી ખાતર, જીવામૃત વિગરે માહિતી નિષ્ણાંતો ધ્વારા પ્રદાન કરાશે.આપણાં ઘરને રમણીયતા પ્રદાન કરવા આંગણે વાવીએ શાકભાજી અનોખા સેમીનારમાં સર્વેને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે ડાયરેકટરશ્રી નિલેશ કે.પાઠક મો.99રપ0 84733 તથા શ્રી વી.ડી.બાલા પ્રમુખશ્રી નવરંગ નેચર કલબ,રાજકોટ મોબાઈલ નંબર : 94ર7પ 63898 સંપર્ક કરવા અનુરોધ છે.