અમરેલીમાં આઇપીએલ ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્સ ઝડપાયો

  • પોલીસે રોકડ, બાઇક, મોબાઇલ અને સાહિત્ય મળી રૂા. 59 હજારનો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી,
અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી તથા સીદ્ધરાજસિંહ જાડેજા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી ભીડભંજન મહાદેવના મંદિર સામે પુષ્ટી વડાપાઉ દુકાનની બાજુમાં એક શખ્સ ધવલભાઇ બીપીનભાઇ જીવાણી ઉ.વ.35 ધંધો.વેપાર રહે.અમરેલી લીલીયા રોડ, દાદા ભગવાનના મંદિર સામે શીવ રેસીડેન્સી બ્લોક નં.47 તા.જી.અમરેલીએ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇ.ડી. વડે ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોય જેને રોકડા રૂપીયા 14,150/- સાથે કુલ રૂ.59,150/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.