અમરેલીમાં આગામી રવિવારે શાકભાજી ફ્રુટનાં વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે

અમરેલી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ અંગે પ્રજા જોગ આપેલા પ્રવચન થી તેમના વિઝન સાથે આગામી 22/03/20 રવિવારના દેશભરમાં લોકોએ સવારથી સાંજ સુધી પોતાના ઘરે રહેવા માટેનો સંદેશ આપેલ છેે. જે અનુસંધાને અમરેલી જુના માર્કેટયાર્ડમાં શાકભાજીની હરરાજી બંધ રહેશે. તેમજ શાકમાર્કેટ, ફ્રુટમાર્કેટ તેમજ ફ્રુટના રીટેલ ધંધાર્થીઓ પણ પોતાના ધંધા રોજગાર તા.22/03 રવિવારના સંપૂર્ણ બંધ રાખી સહયોગ આપશે તેમ ઘનશ્યામભાઈ રૈયાણીની અખબારી યાદી માં જણાવેલ છે.