અમરેલીમાં આજથી ઇલેકટ્રીકનાં વેપારીઓ અડધો દિવસ લોકડાઉન રાખશે

  • અમરેલી ઇલેકટ્રીક એસોસીયેશનની કારોબારી બેઠકમાં નિર્ણય
  • સવારના 8 થી 2 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રહેશે : 2 વાગ્યાથી સજજડ અને સ્વેૈછિકરીતે બંધ પાળશે

અમરેલી,
અમરેલી ઇલેકટ્રીક એસોસીયેશનની કારોબારી બેઠક મળતા નિર્ણય કરાયા મુજબ અમરેલીમાં આજથી ઇલેકટ્રીકના વેપારીઓ અડધો દિવસ લોકડાઉન રાખશે. સવારના 8 થી 2 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રહેશે તેમ નિર્ણય કર્યો છે.2 વાગ્યાથી સજજડ અને સ્વેૈછિક બંધ પાળશે.તારીખ 14/7/20 એ અમરેલી ઈલેક્ટ્રીક એશોસીએશન (સીટી)ના કારોબારી સભ્યો મીતેનભાઈ ગુંદરણીયા, આકાશભાઈ ચંદારાણા, પ્રકાશભાઈ રાજા, વિનુભાઈ તળાવીયા, હરેશભાઈ ટાંક દ્વારા કોરોના મહામારી ને અનુલક્ષીને કોરોના સંક્રમણ ઘટે અને આ બીમારી થી જેટલુ બચી સકાય તેના ભાગ રૂપે આ બાબત ની ચર્ચા કરી ઈલેક્ટ્રીક વેપારી અશોસીએશન દ્વારા સ્વેચ્છાએ અમરેલી શહેર ની ઈલેક્ટ્રીક શોપ તારીખ.15/7/20 થી 30/7/20 સુધી સવારે 8 થી 2 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય કરેલો છે જેની દરેક નાગરીકે નોંધ લેવા ઇલેકટ્રીક એસો.દ્વારા જણાવાયું છે.