અમરેલીમાં આજથી દબાણ હટાવવા સર્વેનો પ્રારંભ

અમરેલી,
રાજ્ય સરકારનાં આદેશને પગલે અમરેલી શહેરમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ હટાવવા લોકોને એલર્ટ કર્યા બાદ પાંચ દિવસની મહેતલ અપાઇ હતી. બાદમાં પાલિકા દ્વારા મળેલ બેઠકમાં નિર્ણય થયા મુજબ અમરેલી પાલીકાનાં જુનીયર ટાઉન પ્લાનર શ્રી બી.સી.રાડીયાની રાહબરી નીચે ઇન્ચાર્જ ચિફ ઓફીસર શ્રી હાલા દ્વારા શહેરમાં સરકારી દબાણનો સર્વે કરવા આજે બે ટીમો બનાવાઇ છે. બંને ટીમો શહેરનાં અલગ અલે વિસ્તારમાં જઇ સર્વે કર્યા બાદ રીપોર્ટ કરશે અને ત્યાર બાદ જ પોલીસ રક્ષણ સાથે શહેરમાં ગેરકાયદેસર દબાણો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવાશે. આ માટે પાલીકામાં સતત બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ડીમોલીશન પુર્વે પોલીસની ફ્લેગ માર્ચ પણ યોજાશે. ફ્લેગ માર્ચ કર્યા બાદ ડીમોલીશન કામગીરી હાથ ધરાશે તેમ પાલીકા સુત્રોમાંથી જાણવા મળ્યું છે.