અમરેલીમાં આજે દીદીની ડેલીનો શુભારંભ કરાશે

  • વડાપ્રધાનશ્રી મોદીના જન્મદિને મધર્સ કલબ ઓફ અમરેલી દ્વારા ભાવનાબેન ગોંડલીયાનાં નેતૃત્વમાં
  • શ્રી દિલીપભાઈ સંઘાણીનાં આશીર્વાદથી શ્રીકૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લુ મુકાશે

અમરેલી,
અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70 માં જન્મદિને સેવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે મધર ક્લબ ઓફ અમરેલી ટ્રસ્ટ દ્વારા દીદી ની ડેલી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવશે આ સંસ્થાના માધ્યમથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સહકારી સંસ્થાઓ ને લગતા તમામ કામો સંસ્થાના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરાશે જેમ કે વિધવા સહાય, કુવરબાઈનુ મામેરુ, મહિલા ઉત્કર્ષ યોજના ,આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, વિકલાંગો માટે ની સહાય ,વહાલી દિકરી ,વૃદ્ધ સહાય ,સંત સુરદાસ યોજના, ગંગાસ્વરૂપ બહેનો માટે પુન:વસવાટ, મહિલા સ્વાવલંબન યોજના ,તાલીમ, સ્વરોજગાર ,ઘોડિયાઘર ,કિસાન સહાય યોજના, બિન અનામત વર્ગ ને લગતી તમામ યોજનાઓ ,દાખલાઓ કાઢવા, ઓનલાઈન ફોર્મ ભરવા, અધિકારીઓ સાથે બેસીને સંકલન કરી વહેલી તકે લાભાર્થીને સહાય મળે યે હેતુ થી પ્રયત્ન કરવા માટે સમગ્ર જિલ્લામાં દીદી ની ડેલી કાયમ નું ઠેકાણું બની રહેશે. આ તકે સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે દીદી ની ડેલી ના માધ્યમથી હજારો લોકોને સરકારની યોજનાઓ અને સહાય મેળવવા દરબદર ભટકવું નહીં પડે .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ અલકાબેન ગોંડલીયા, નીતાબેન ચત્રોલા, અનસુયાબેન શેઠ ,તેમજ સંસ્થાના મેનેજર (સી.ઈ.ઓ.) દિલસાદ ભાઈ શેખ જહેમત ઉઠાવી રહ્યા છેઅમરેલી શહેરની મધ્યમાં રોયલ પેરેડાઇઝ પ્રથમ માળ દીદી ની ડેલી તારીખ 17 /09/ 2020 ના સાંજના ચાર કલાકથી લોકોની સેવા માટે ખુલ્લી મુકાશે.