અમરેલીમાં આજે રમતોત્સવ સમાપન સમારોહ

અમરેલી ,
અમરેલી શહેરમાં કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા હર હમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેશે જેમાં અમરેલીમાં સૌ પ્રથમ વાર મૈ ભી વૈજ્ઞાનિક જેવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ માં ગણિત/વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે એ માટે કાર્યક્રમ મૈ ભી વૈજ્ઞાનિક લોન્ચ કરવામાં આવ્યો,અમરેલી ખાતે સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ ડીજીટલ આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવામાં આવી,અમરેલી ખાતે સૌ પ્રથમ વાર જાહેર સમિતીની તમામ શાળાઓ દ્વારા સયુંકત ઉલ્લાસ-2022નો વાર્ષિકોત્સવ કરવામાં આવ્યો,આ સત્રમાં ધો-3 થી 8ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું,આજ કાર્યમાં વધુ એક વિદ્યાર્થી વિકાસલક્ષી સૌ પ્રથમ વાર સમિતિ કક્ષાનો રમતોત્સવનું આયોજન અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ-04/02/2023 ના રોજ ભવ્યથી ભવ્યાતિત રીતે યોજવાનો છે,જેમાં નગર પ્રાથમિક શીક્ષણ સમિતિના ધોરણ-1 થી 8ના 1100 જેવા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે,જેમાં વિજેતાઓને મેડલ,સર્ટીફિકેટ, ઇનામો થી પ્રોત્સાહિત કરવામાં આવશે,જેનો સમાપન સમારોહ આવશે.એકલવ્ય રમતોત્સવમાં અધ્યક્ષપદે શ્રી કોૈશીકભાઇ વેકરીયા અને મુખ્ય મહેમાનપદે ધારાસભ્ય જેવીકાકાડીયા, પાલીકા પ્રમુખ મનીષાબેન રામાણી, જનકભાઇ તળાવીયા, મુકેશભાઇ સંઘાણી, લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અધિકારી કેવી મીયાણી, દક્ષાબેન પાઠક, અસરફભાઇ કુરેશી, ભાવેશભાઇ સોઢાની ઉપસ્થિતિમાં તા.4 બપોરે 2:30 કલાકે ડીએલએસ ગ્રાઉન્ડ વિધાસભા લાઠી રોડ ખાતે સમાપન સમારોહમાં પુરસ્કારો વિતરણ થશે તેમ ચેરમેન શ્રી તુષાર જોષી, દામજીભાઇ ગોલ, હિરેનભાઇ બગડાએ સંયુકત યાદીમાં જણાવ્યું છે.આ કાર્યક્રમમાં સમીતીના સભ્યો શ્રી મેહુલ ધોરાજીયા, દિલીપસિંહ ઠાકોર, દિવ્યેશભાઇ વેકરીયા, નિકુ પંડયા, રસીક પાથર, નિખીલ આસર, ભાવેશ પરમાર, પરેશ દાફડા, મનીષ સીધ્ધપુુરા, અતુલપુરી ગોસાઇ અને આચાર્યો તથા શિક્ષક ગણ ઉપસ્થિત રહેશે .