અમરેલીમાં આજે લશ્કરનું આગમન : બેઝ બનશે

અમરેલી,
ગીરનું જંગલ, મેદાન, દરિયો, પર્વતો જેવી ભૌગોલિક વિવિધતા ધરાવતા અમરેલી જિલ્લાની પસંદગી સરકાર દ્વારા આર્મીના હંગામીે બેઝ માટે થઇ હોવાનું જાણવા મળેલ છે અને તેના ભાગરૂપે આજે બપોરના બાર વાગ્યે લશ્કરના એક કંપની કરતા વધારે એટલે કે 140 જેટલા જવાનો અમરેલી આવી પહોંચનાર હોવાનુ જાણવા મળેલ છે.જો કે હાલમાં તો આ કંપનીને જો વરસાદનીે કોઇ અતિ ભારે વિકટ સ્થિતિ ઉભી થાય તો પણ પહોંચી વળવાના ભાગરૂપે ઉતારાવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે.જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી સૌરાષ્ટ્રના મધ્યમાં હોવાને કારણે આ મોન્સુનમાં ઉભી થનારી કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા અમરેલીમાં લશ્કરનો હંગામી બેઝ બનશે અને આજે લશ્કરની એક કંપનીનું આજે બપોરના બાર વાગ્યે આગમન થશે. અમરેલીમાં હંગામી ધોરણે આર્મીના બેઝમાં ચોમાસા પુરતો 140 જેટલા જવાનોનો અમરેલીમાં પડાવ રહેશે.
અમરેલીથી જુનાગઢ, ગીર સોમનાથ,રાજકોટ, ભાવનગર જેવા ચાર જિલ્લા એકસો કીમીના અંતરે હોય ત્યા જઇ લશ્કરના જવાનો ભૌગોલિક જગ્યાઓનું નિરીક્ષણ કરશે મોન્સુન દરમિયાન અમરેલીમાં આજે બપોરના બાર વાગ્યાથી ઉભા થનારા આર્મીના હંગામી બેઝ માટે તેમની જગ્યા માટે રાત્રે જ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને એસપીશ્રી હિમકરસિંહ દ્વારા તૈયારીઓનો પ્રારંભ