- રાષ્ટ્રપિતા પુજ્ય ગાંધીજીની જન્મ જયંતી નિમિતે
અમરેલી,રાષ્ટ્રપિતા પુજ્ય ગાંધીજીની જન્મ જયંતી નિમિતે અમરેલીમાં આજે શ્રી રૂપાલાનાં હસ્તે ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરાશે.
તા.2 ઓક્ટોમ્બર શનિવારે સવારે 9 કલાકે ગાંધીબાગ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાનાં વરદ્દ હસ્તે પુજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અપાશે. સવારે 9:15 કલાકે રાજકમલ ચોકથી ખાદી ભવન સુધી સફાઇ અભિયાન અને સવારે 9:30 કલાકે ખાદી ભવન ખાતે સામુહિક રીતે ખાદીની ખરીદી કરાશે. આ કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપનાં હોદ્દેદારો, નગરસેવકો અને ભાજપ કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહેશે.