અમરેલીમાં આઠમા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાશે

અમરેલી,
અમરેલીમાં બે વર્ષ બાદ ફરી યોગ ફોર વ્યુમેનીટી થીમ પર યોગ સપ્તાહની ઉજવણીનું આયોજન થયું છે સરકારી આર્યુવેદ અમરેલી અને રોટરી કલબ ઓફ અમરેલી ગીરના સંયુકત ઉપક્રમે નેશનલ આયુષ મીશન આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી નિયામક શ્રી આરોગ્ય પરીવાર કલ્યાણ ગુજરાત સરકાર દ્વારા આગામી તા.14 થી 21 જુન સુધી આઠમા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી નિલકંઠ જવેલર્સ અમરેલી અન સદગુરૂ ઇન્વેસ્ટમેન્ટની સ્પોન્સરશીપથી આયોજન થયું છે જેમાં તા.14 યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ, તા.15 સ્વસનતંત્રનારોગોમાં યોગનું મહત્વ, તા.16 ડાયાબીટીસમાં યોગ અને આર્યુવેદ, તા.17 પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.18 સાંધાના દુખાવામાં યોગ, તા.19 ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.20 માનસીક રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.21 યોગ અને આયુર્વેદમાં મહત્વ જેવા વિષયે અલગ અલગ વિષય જેમ કે મેડીકલ, એજયુકેશન, વ્યસનમુકિત, બિજનેશ અધ્યાત્મ, મોટીવેશન વિષય પર તજજ્ઞો દ્રારા માર્ગદર્શન અપાશે દરરોજ સવારે 6 થી 8 સુધી કાર્યક્રમમાં નાના બાળકોથી લઇને મોટી ઉંમરના વ્યકિત યોગમાં નિશુલ્ક જોડાઇ શકેછે સરકારી આર્યુર્વેદ હોસ્ટિપલ રાજકમલ ચોક પાસે અમરેલી ખાતે યોજાનાર ઉજવણી માટે તેૈયારીઓ થઇ રહી છે