- ગુજરાતમાં સૌથી વધુ ભાગવાના અને ઘરેથી ચાલ્યા જવાના કિસ્સા અમરેલી જિલ્લામાં હોય તેમ
- જિલ્લામાં બાબરકોટ શાળાના યુવાન શિક્ષક, અમરેલી બ્રાહ્મણ સોસાયટીનો યુવાન અને થોરડી, ઘોબા અને ચિતલ રોડની યુવતીઓ ઘરેથી ચાલી નીકળ્યા
- આઠ દિવસમાં અલગ અલગ બનાવોમાં પાંચ વાલીઓએ ઘરેથી ચાલી નીકળેલા સ્વજનોની ભાળ મેળવવા પોલીસ સ્ટેશનમાં જઇ ચાલ્યા ગયાની ફરિયાદો નોંધાવી
અમરેલી,
ગુજરાતમાં સૌથી વધુ ભાગવાના અને ઘરેથી ચાલ્યા જવાના કિસ્સા અમરેલી જિલ્લામાં હોય તેમ અમરેલી જિલ્લામાં આઠ દિ’માં બે યુવક સહિત પાંચ ગાયબ થયા હોય તેમ ઘેરથી ગયા પછી પરત ન આવતા પોલીસમાં ફરિયાદો થવા પામી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે તા.5મી ના બાબરકોટની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 34 વર્ષના આંતર જ્ઞાતીય લગ્ન કરેલ શિક્ષક ઘરેથી ગયા બાદ પરત ન આવ્યા હોવાની અને કૌટુંબીક કારણ હોવાનું પોલીસમાં જાહેર થયુ હતુ એવી જ રીતે સાવરકુંડલાના થોરડી ગામની 21 વર્ષની યુવતી અને સાવરકુંડલાના જ ઘોબા ગામની 34 વર્ષની પરણીતા ઘરેથી ચાલ્યા ગયા પછી ગુમ થઇ ગઇ હતી.જ્યારે બે દિવસ પહેલા જ અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રામ નગરમાં રહેતો 21 વર્ષનો યુવાન સીમકાર્ડ રીપેર કરાવવાનું કહી ગુમ થઇ ગયો હતો જ્યારે અમરેલીના ચિતલ રોડે ગાયત્રી મંદિર પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાંથી 20 વર્ષની યુવતી દરગાહે માનતા ઉતારવા માટે ગયા પછી પરત ન આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત બાબરામાં આઠમી તારીખે 22 વર્ષની યુવતી ઘરેથી ચાલી ગયાની પોલીસને જાણ કરાઇ હતી આમ આઠ દિવસમાં અલગ અલગ બનાવોમાં 6 વાલીઓએ ઘરેથી ચાલી નીકળેલા સ્વજનોની ભાળ મેળવવા પોલીસ સ્ટેશનમાં જઇ ચાલ્યા ગયાની ફરિયાદો નોંધાવી છે.