અમરેલીમાં આરોગ્ય તંત્ર દ્વારા દુકાનદારોને હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવા તંત્ર દ્વારા તાકિદ

  • 14 દિવસ સુધીની મુદતવાળા હેલ્થ કાર્ડની મુદત પુરી થઇ
  • લારી, ફેરીયા, પાન માવાની દુકાન, ચા નાસ્તાની દુકાન, સલુન માટે આજથી કાર્ડ રીન્યુ કરવાનો પ્રારંભ કરાયો

અમરેલી,
અમરેલી શહેરમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા હેલ્થ કાર્ડ કાઢવામાં આવ્યા હતા જેને રીન્યુ કરાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તાકિદ કરાઇ છે. તા. 18 અને 19 ના લારી, ફેરીયા, શાકભાજી, અને ફ્રુટવાળા તા. 20-21 ના પાન માવાની દુકાનો ગલ્લા, તા. 22 ના ચા નાસ્તાની દુકાન અને તા.23 ના હેરે કટીંગ સુલન અને બ્યુટી પાર્લર માટે તારીખો નક્કી કરાઇ છે.