અમરેલી,
અમરેલીમાં ટુંક સમયમાં શરૂ થનાર આસ્થા બિમ્સ હોસ્પિટલની કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા તથા સહકારી શિરોમણી શ્રી દિલીપભાઇ સંઘાણી અને ડો.ભરતભાઇ કાનાબારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આસ્થા બિમ્સ હોસ્પિટલનાં ઓર્થોપેડીક, કાર્ડીયાક તેમજ ડાયાલીસીસ વિભાગોની રસ પુર્વક મુલાકાત લઇ અમરેલીને મળનારી નવી અધ્યતન સગવડો બાબતે ખુશી વ્યક્ત કરી હતી. આ તબક્ક આસસથા બિમ્સ હોસ્પિટલનાં ડો.અશોક પરમારની લાગણીથી શ્રી રૂપાલા, શ્રી સંઘાણીની સાથે ડો.ભરતભાઇ કાનાબારનાં જન્મદીન અનુલક્ષીને કેક કાપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી જયેશભાઇ ટાંક, ડો.રાજુભાઇ કથીરીયા, શ્રી કમલેશભાઇ કોરાટ, શ્રી હિમાંશુભાઇ પટેલ ડાયરેક્ટરશ્રી બિમ્સ હોસ્પિટલ, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી ચંદુભાઇ રામાણી સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.