અમરેલી,
અમરેલીમાંથી પોલીસે સોશ્યલ મિડીયાના માધ્યમથી એમેઝોન લખેલા કવર અને કેશ ઓન ડીલેવરીથી મંગાવેલ જાલી નોટના જથ્થા સાથે એક સગીર સહિત ત્રણ શખ્સો ઉપર અમરેલી એસઓજીએ ગુનો દાખલ કરતા અને સોશ્યલ મિડીયાનું નવુ સ્વરૂપ સામે આવતા ખળભળાટ મચી ગયો આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે એસઓજી પોલીસ ઇન્સપેકટર એસ.જી.દેશાઇ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મારૂ, તથા એસ.ઓજી ટીમ,એ.ટી.એસ. ને લગતી કામગીરીમાં હતા ત્યારે અમરેલી પાસેના નાના ભંડારીયાના રોડ ઉપર જાલી નોટ સાથે કેટલાક શખ્સો હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે સાથે અમિત વિનુભાઇ માધડ ઉ.વ.-21, ધંધો-પ્રા.નોકરી, રહે. ભકિતધામ-ભંડારીયા, તા.જિ.અમરેલી, કાયદાનાં સંધર્ષમાં આવેલ 16 વર્ષનો બાળ-કિશોર અને ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-23, ધંધો-હીરાધસવાનો, રહે.સાળવા, આંબલીયારોડ, દલીતવાસ, તા.ખાંભા, જિ.અમરેલી હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરતને ભારતીય બનાવટી ચલણી રૂપિયા-200 ના દરની નોટો નંગ-83, જેની કિમંત રૂપિયા-1,600/- તથા રૂપિયા 500 ના દરની બનાવટી ચલણી નોટો નંગ-197, જેની કિમંત રૂપિયા 98,500 કુલ નોટ નંગ-280 મળી કુલ કિં.રૂ.1,15,100/- તથા ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ એન્ડ્રોઇડાકી-પેઇડ મોબાઇલ ફોન નંગ-3, કિં.રૂ.18,000/- મળી કુલ કિ.રૂા.1,33,100/-ના મુદામાલ સાથે પકડી પાડેલ પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવેલ છે. શખ્સ અમીતે ઈન્સ્ટાગ્રામનાં આઇ.ડી.123કચીં બેિિીહબઅ માં રીલ્સ જોઇ તેનો સંપર્ક કરી ઈન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ કરી રૂપિયા 2 લાખની બનાવટી ચલણી નોટો મંગાવેલ જેનાં વળતરમાં રૂપિયા 50 હજારની ઓરીજનલ ચલણી નોટો આપી કુરીયર દ્વારા મેળવી 50 હજાર રૂપિયા સામાવાળાને કરવામાં આવેલ હતી.આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એસજી દેસાઇ, પીએસઆઇ એચજી મારૂ, એએસઆઇ નાજભાઇ પોપટ, યુવરાજસિંહ સરવૈયા, હે.કોન્સ. સંજયભાઇ પરમાર, ગોબરભાઇ લાપા, મનીષદાન ગઢવી, જીતેન્દ્રભાઇ મહેતા તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા સાથે રહયા હતા.આ પ્રકરણમાં એસપીશ્રી હિમકરસિંહે જાલી નોટના મુળ સુધી જવા માટે પોલીસ તંત્રને આદેશ કરી અને જાલી નોટનું રેકેટ કેવી રીતે છે તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ શરૂ કરાવી હોય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.