અમરેલીમાં ઇફકો દ્વારા ડ્રોનથી નેનો યુરીયાનો છંટકાવ

અમરેલી, સમગ્ર ભારતમાં આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ઇફકો દ્વારા સંશોધિત નેનો યુરિયા ખાતર છંટકાવ એ પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિ સર્જશે. ભારત સરકારનું લક્ષ્ય જગતના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ એ આ દિશામાં આગળ વધવા માટે મદદરૂપ નિવડશે. કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકો સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇફકો ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના પદાધિકારીશ્રીઓ અને ગામનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો