અમરેલીમાં ઇસરો લાઇવ મોડેલથી મીશન માર્શનું પ્રદર્શન કરશે

અમરેલી,ભારતને વિશ્ર્વકક્ષાએ વૈજ્ઞાનીક હરોળમાં મુકનાર ડો.વિક્રમ સારાભાઈની 100 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ઈસરોના વૈજ્ઞાનીકો, લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવનનાં સયુક્ત ઉપક્રમે તા.11 થી 19 સુધી તાલુકા કક્ષાએ તેમજ અમરેલી ખાતે વિજ્ઞાનને લગતા વિવિધ ચિત્રો નું ઈસરો તથા સાયન્સ સીટી ટેકનોલોજી, લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવનનાં સયુક્ત ઉપક્રમે પ્રચાર અને પ્રશાર કરવા માટે તા.11 થી 19 દરમ્યાન જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ કેમ્પો યોજવામાં આવશે. આ અંગેની ચરચા વિચારણા કરવા માટે અમરેલી જીલ્લા કલેક્ટર આયુષ ઓક સાથે ઈસરોના વૈજ્ઞાનીકોની એક બેઠક યોજાઈ હતી જેમાં આ કાર્યક્રમને વધ્ાુમાં વધ્ાુ લોકો સુધી પહોંચાડો અને લોકો આ પ્રદર્શન નીહાળવા આવે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ હતું.
ભારત તેમજ વિશ્ર્વમાં વિજ્ઞાન ક્ષેત્રે ભારતનો ડંકો વગાડનાર એવા ડો.વિક્રમ સારાભાઈની 100 વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે અમરેલી શહેરમાં તેમજ તાલુકા કક્ષાએ વિવિધ કેમ્પો યોજવામાં આવનાર છે.
જેમાં ભારતનાં વૈજ્ઞાનીકો દ્વારાઅઉકાશ ક્ષેત્રે જે હરણ ફાળ ભરી છે. અને વૈજ્ઞાનીકો દ્વારા વિશ્ર્વનાં અન્ય દેશો પણ અચંબીક થઈજાય તેવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે તેના વિવિધ મોડેલ અને ચિત્રોનું એક એકઝીબીશન તા.11 થી 15 દરમ્યાન તાલુકા કક્ષાએ તેમજ 15 થી 19 દરમ્યાન અમરેલી ખાતે આવેલ બાલભવનમાં આ પ્રદર્શન યોજાનાર છે. આ કાર્યક્રમને વધ્ાુમાં વધ્ાુ લોકો સુધી પહોંચાડવા માટે અમરેલી જીલ્લા કલેક્ટર અને ઈસરોના વૈજ્ઞાનીકોની એક બેઠક યોજાઈ હતી.