અમરેલી,
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ દ્વારા તા.23/7/22 ના ઇએફઆઇઆર એપનું લોન્ચિંગ કરવામાં આવેલ જેમાં મોબાઇલ ચોરી કે વાહનચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી ઇએફઆઇઆર ઘરે બેઠા પોતાના મોબાઇલમાંથી વાહન ચોરી કે મોબાઇલ ચોરીની લોકો ફરિયાદ નોંધાવી શકે છે પહેલા આવી ચોરીના ગુન્હાઓ બનતા હોય ત્યારે લોકોને પોલીસ મથકે જઇને થાણાં પોલીસ કર્મચારીઓ સાથે માથાકુટ પણ થતી હતી હવે આમા ઘણા સુધારાઓ થયા છે પહેલા પોલીસમાં ઓછો અભ્યાસ કરેલા લોકો ભરતી થતા હતા આજે પોલીસ ભરતીમાં ગ્રેજયુએશન વાળા લોકો ભરતી થઇ રહયા છે ગુજરાત પોલીસની સીટીજન પોર્ટલ અથવા સીટીજન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે.ફરિયાદની કોપી પણ એપપરથી મેળવી શકાય છે 48 કલાકમાં પોલીસ ફરિયાદનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે એસએમએસ થી જાણ થશે સાથે વિમા કંપનીને પણ જાણ થશે જેથી વિમો મેળવવામાં સરળતા રહેશે 21 દિવસમાં તપાસ પુર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલવામાં આવશે સાઇબર ક્રાઇમના વઘતા બનાવો અંગે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહએ જણાવ્યું હતુ કે ભેજાબાજ લોકો દ્વારા અજાણી યુવતીઓની ફ્રેન્ડ રીકવેસ્ટ ભારે પડી શકે છે ફેસબુક દ્વારા ફ્રેન્ડ ફેસબુક મેસેન્જર કે વ્હોટસએપ દ્વારા ન્યુડ વિડીઓકોલ કયારેય ન કરશો જો તમે ન્યુડ વીડીઓકોલનો ભોગ બન્યા છો તો https://stopncii.org પર જઇને તમારો કેસ ઓનલાઇન રજીસ્ટર કરાવી તમારો વિકૃત કરેલ કે ફોટોને દુર કરાવી શકો છો કેબીસી લોટર ફ્રોડ આ પ્રકારની છેતરપીંડીમાં આરોપી દ્વારા વ્યકિતને વોટસએપ પર મેસેજ કરીને દાવો કરવામાં આવે છે કે તેમના મોબાઇલ નંબરને કોન બનેગા કરોડપતી તરફથી અમુક લાખ રૂપિયાની લોટરી લાગી છે જે એક પ્રકારનો ફ્રોડ છે.આ રીતે તમે ઇનામ જીત્યા છો તે માહીતી આપતા કોઇ પણ સંદેશ પર વિશ્ર્વાસ કરશો નહિં આ કાયર્ર્ક્રમમાં અમરેલીના પ્રબૃધ્ધ નાગરીક, વેપારી મંડળ, અમરેલી શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના વિધાર્થી ભાઇબહેનો અને પોલીસ પરીવાર ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું દિપપ્રાગટય જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ, ડીવાયએસપી જગદીશસિંહ ભંડારી, શિતલ આઇસ્ક્રિમના દિનેશભાઇ ભુવાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્રારા વિસ્તૃત માહીતીઓ આપ્યા બાદ મોબાઇલ એસોશિએશન વેપારી મંડળ, શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના વિધાર્થીઓ દ્રારા જુદા જુદા સવાલો પુછવામાં આવતા તેના જવાબો પણ આપવામાં આવ્યા હતા.અંતમાં આભારવિધિ ડીવાયએસપી જગદિશસિંહ ભંડારી દ્વારા કરવામાં આવ્યું