અમરેલીમાં ઇ-મેમોના નાણા ભરવા માટે સાત દિવસની મહેતલ આપતી પોલીસ

અમરેલી,
અમરેલી સીટી પીઆઇ શ્રી જે.જે. ચૌધરી તથા પીએસઆઇ શ્રી વી.વી. પંડયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે અમરેલીની જનતાને જણાવવામાં આવે છે કે આપના વાહનના નામે ઈ-ચલણ (ઈ-મેમો) ઇસ્યુ થયેલ હોય તો સત્વરે આ દંડની રકમની ચુકવણી તાત્કાલિક કરવી અન્યથા આગામી સમયમાં આવા વાહનમાલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોતાના વાહનને ઈ – ચલણ ઇસ્યુ થયેલ છે? તે https&//echallanpayment. gujarat. gov. in વેબસાઈટ પર વાહન નંબર નાખીને પણ ચેક કરી શકાશે તેમજ પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 9725557957 ઉપર સવારે 10 થી 2 તથા સાંજના 4 થી 9 વાગ્યા દરમ્યાન ફોન કરી આપના કોઈ વાહન ને ઇ મેમો ઇસ્યુ થયેલ છે કે કેમ તે દિન 07 માં જાણી અને જો મેમો ઇસ્યુ થયેલ હોય તો સત્વરે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી ચલણની રકમ ભરી પહોંચ મેળવી લેવી અને તેમ કરવામાં કસુર થશે તો તો વાહન માલિક/વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધ્ાુ વિગત માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશન નંબર 02792-223550 નો સંપર્ક કરવો.