અમરેલીમાં ઈમરજન્સી માટે હેલ્પ લાઇન શરૂ

ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો

અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર માટે બહાર જવામાં મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.