અમરેલી,
અમરેલી નગર શિક્ષણ સમિતિ દ્વારા સર્વપ્રથમ વખત એકલવ્ય રમતોત્સવ 2023 નું શહેરની પ્રા.શાળા માટે આયોજન થતા એકલવ્ય રમતોત્સવ તા.4 ના રોજ ખુલ્લો મુકાયો હતો પ્રથમ વારજ શહેરની તમામ શાળાઓના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો 1000 કરતા વધ્ાુ બાળકોએ ભાગ લઇ પોતાનું કોૈશલ્ય દાખવ્યું હતુ શહેરની પ્રથમ આર્યભટ ઇગ્લિશ મીડીયમ સ્કુલના બાળકોએ વિનરકપ ચેમ્પીયનશીપ મેળવી સ્કુલનું ગોૈરવ વધાર્યુ હતુ રસ્સાખેંચમાં ભાઇઓની ટીમ પ્રથમ અને બહેનો દ્રીતીય તથા 50 મીટર દોડમાં ભાઇઓએ તેમજ બહેનોએ ગોલ્ડમેડલ મેળવ્યો હતો સ્ટેન્ડીંગ બ્રેડજમ્પ, ગોલ્ડ સીલ્વર ત્રીપગી દોડમાં ભાઇઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જયારે લીંબુ ચમચીમાં બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો સંગીત ખુરશીમાં ભાઇઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આમ આર્યભટ મીડીયમ ઇગ્લીશ સ્કુલ ચેમ્પીયન બનેલ છે.શાળાના આચાર્ય અને શિક્ષકોને જહેમત સફળ થઇ હતી વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કોૈશીકભાઇ વેકરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઇ જોષી તથા દાતાઓ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા સાસના અધિકારી દ્વારા બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા બાળકોના સર્વાગી વિકાસ માટે શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા થયેલ કાર્યની નોંધ નગરજનોએ લીધી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.