અમરેલીમાં એક જ દિવસમાં અઢી હજાર મણ કેસર કેરીની વિક્રમજનક આવક : 30થી60ના ભાવે કાચી કેરી વેંચાઇ

અમરેલી,
અમરેલી જુના યાર્ડમાં આવેલા શાકભાજી વિભાગમાં કિશાન એન્ડ કંપનીમાં કેસર કેરીની હોબેડ આવક શરૂ થયેલ છે. રોજની 2500 મણ કાચી અને પાકલ કેરીની આવક થાય છે. કીસાન એન્ડ કંપનીવાળા કાળુભાઇ રૈયાણી, ઘનશ્યામભાઇ રૈયાણી, મનીષભાઇ રૈયાણી તથા તમામ વેપારી દ્વારા પાકલ કેસર કેરીની હરરાજી કરવામાં આવતા. એક 1 કિલોના રૂા. 30 થી 70 નો ભાવ પડયો હતો.શ્રી થનશ્યામભાઇ રૈયાણીએ જણાવેલ હતુ કે, શ્રી પીપી સોજીત્રા તથા શ્રી મોહનભાઇ નાકરાણીના પ્રયાસોથી અમરેલી યાર્ડ અત્યારે વેપારમાં સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબરે છે અહી સમાલતી અને પુરા ભાવોથી તાલાળા,ધારી, ચલાલા, વિસાવદર તાલુકાઓમાંથી માલ આવે છે અને છેેક રાજકોટ, પાળીયાદ, બોટાદ, વીછીયા, બાબરા સહિત અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી લોકો માલ ખરીદવા આવે છે. આજે શનીવારે એક જ દિવસમાં અમરેલી યાર્ડ માં 700 જેટલ 25 કીલોના કેરેટ તથા દસ કીલાોનું એક એવા ત્રણ હજાર બોકસ આવ્યા હતા અને જેનો એક બોકસનો ભાવ 300થી 600 સુધી રહયો હતો. ભીમ અગિયારસ નજીક આવતા કેસર કેરીની આવકો વધી રહી છે. જુના યાર્ડમાં શાકભાજી વિભાગમાં અથાણાની રાજાપુરી કેરી 1 કિલોના રૂા. 25 થી 30 હરરાજીમાં વેચાય છે. રાજાપુરી કેરીની દરરોજ 300 મણ જેવી આવક તેમજ ગરમર 30 થી 40 મણ 1 કિલોના રૂા. 40 થી 60 તેમજ ગુંદા 25 થી 30 મણ રૂા. 30 થી 50 માં હરરાજીમાં વેચાઇ રહયા છે.