અમરેલીમાં એક જ દિવસમાં કોરોનાનાં 29 કેસ

  • 173 દર્દીઓ સારવાર હેઠળ : 16 ને સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના કેસો સતત વધતા જાય છે આજે તા.31ના રોજ એક જ દિવસના 29 કેસો નોંધાયા હતા. હાલ કોરોનાની સારવાર હેઠળ 173 દર્દીઓ છે જયારે 16 સારૂ થઇ જતા હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે આજ સુધીમં જીલ્લામાં કુલ 41 ના મોત થયા છે જયારે કુલ કેસો 4166નોંધાયાનું સતાવાર જાણાવા મળ્યું છે.