અમરેલીમાં એક જ બાઇક ઉપર બીનજરુરી આંટાફેરા મારનાર 150 વાહનોનું લીસ્ટ તૈયાર : ગુના દાખલ થશે

અમરેલી,અમરેલી શહેરમાં લોકડાઉનના અસરકારક અમલ માટે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયે વધ્ાુ એક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમણે પોલીસના લગાવાયેલા કેમેરામાં ઓટોમેટીક નંબરપ્લેટ વાંચી અને તેનું પૃથુકરણ કરતા એઅનેપીઆર નામના કેમેરાને સક્રિય કરી ચકાસણી કરતા ગઇ કાલે શુક્રવારે એકજ દિવસમાં શહેરમાં 150 વાહનો એવા દેખાયા હતા કે તેમના આંટાફેરાની સંખ્યા હોય તેના કરતા વધારે દેખાતા આવા વાહનોના માલીકોને તે શા માટે બહાર નિકળ્યા હતા ? તેની તપાસ કરી બીનજરુરી નિકળનારાઓ ઉપર ગુના દાખલ કરાઇ રહયા છે.
અમરેલી શહેર ખાતે કાર્યરત પોલીસ વિભોના નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ દ્વારા અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારો પર છશઁઇ (ઓટોમેટીક નંબર પ્લેટ રીકોગ્નીશન) કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવેલ છે. જાહેરમાં વાહનો લઇને બિનજરૂરી અને વારંવાર આંટા-ફેરા મારતાં અને સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા વગર જાહેરમાં નીકળી લોકડાઉનનો ભંગ કરતા ઇસમો ઉપર છશઁઇ કેમેરા દ્વારા વોચ રાખી, મુનીર રજાકભાઇ મલેક, ઉં.વ.39, રહે.અમરેલી, સંધી સોસાયટી, સંકેત પ્રતાપભાઇ બારૈયા, ઉં.વ.28, રહે.અમરેલી, ચિત્તલ રોડ, ચંદ્રેશભાઇ કાંતિભાઇ ઝવેરી, ઉં.વ.49, રહે.અમરેલી, ગાયત્રી મંદિર રોડ અંગે નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ માંથી માહિતી મેળવી તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ ગુન્હા રજી. કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.