અમરેલીમાં એક દિવસના બ્રેક પછી યમરાજ કામે લાગ્યા:4 ના મૃત્યું

  • કોરોનાનાં 26 કેસ સાથે કુલ કેસ 1881 થયાં : એક સાથે 50 દર્દીઓ સાજા થયા
  • સાવરકુંડલાના ચીખલી,દામનગરના સભાડીયા,જેસર અને જસદણના દર્દીના સારવાર દરમિયાન મૃત્યું:મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ

અમરેલી,
ગઇ કાલે એક પણ મૃત્યુ વગરનો દિવસ જતા સૌએ રાહત અનુભવી હતી પણ તે રાહત ગણતરીના કલાકો પુરતી રહી હતી આજે બુધવારે વધુ 4 દર્દીઓએ અમરેલીમાં દમ તોડી દીધો હતો સાવરકુંડલાના ચીખલી ગામના 73 વર્ષના વૃધ્ધા તથા દામનગરના સભાડીયા ગામના 50 વર્ષના મહિલા અને જસદણના પોલારપર ગામના 70 વર્ષના વૃધ્ધા તથા જેસરના મુસ્લિમ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.
આજે કોરોનાનાં જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા હતા અને એક સાથે 50 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 230 દર્દીઓ સારવારમાં છે અને સતાવાર મૃત્યુ આંક 32 છે તથા જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 1881 એ પહોંચી છે.