અમરેલીમાં એક પણ કોરોનાનો નવો કેસ ન આવ્યો : પાંચ દર્દીને રજા અપાઇ

  • અમરેલી જિલ્લામાં 885ને કોરોના સામે વેક્સીનેશન કરાયું

અમરેલી,અમરેલી જિલ્લામાં સતત આજ સુધી કેસો રહયા બાદ કોરોના હળવો પડયો હોય તેમ આજે અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી નવો નોંધાયો નથી અને હોસ્પિટલમાં રહેલા કોરોનાના પાંચ દર્દીઓને સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ 3828 કેસો નોંધાયા હતા કોરોનાના કેસોની સાથે સાથે આરોગ્ય તંત્ર દ્વારા 885 લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ તેમ આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.