અમરેલીમાં એક વર્ષમાં 240 બાળ મૃત્યુનાં કેસ નોંધાયા

અમરેલી,
અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં બાળ મૃત્યુ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ એ છે કે જન્મ સમયે માતાને પુરતુ પોષણ ન મળવું તેમજ બાળકનાં જન્મ વખતે ખોડ ખાપણ અથવા અન્ય બિમારી હોવાનું પણ મુખ્ય કારણ છે. ગત વર્ષે અમરેલી જિલ્લામાં 240 જેટલા બાળ મૃત્યુનાં કિસ્સાઓ બહાર આવ્યાં છે. તેમજ છેલ્લા 30 દિવસમાં 15 જેેટલા બાળકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જેમાં સૌથી વધ્ાુ સાવરકુંડલા તાલુકામાં 44 બાળકોનાં મૃત્યુ નિપજ્યાં છે તેમ અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેર સહિત સમગ્ર રાજ્યમાં 0 થી 1 વર્ષનાં બાળકોનાં મૃત્યુ થવાના કિસ્સાઓ દિન ્પ્રતિદિન બહાર આવી રહ્યાં છે. આ બાળ મૃત્યુ થવાનું મુખ્ય કારણ જણાવતા અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની કચેરીનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે બાળકનો જન્મ થાય ત્યારે શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી, જન્મ વખતે ઇજા હોવી, ખોડખાપણ વાળુ બાળક જનમવું, હદયની બિમાવી હોવી, વજન ઓછું હોવું તેમજ જન્મ સમયે રડ્યુ હોય અને બાળકનું મૃત્યુ થવું, ઇન્ફેક્શન લાગવા સહિતની વિવિધ બિમારીઓ આ બાળ મૃત્યુના કારણ પાછળ મહત્વની ભુમિકા ભજવે છે. અમરેલી જિલ્લામાં વર્ષ 2019-20ના વર્ષમાં 24 જેટલા બાળકોનાં મૃત્યુ નિપજ્યા છે. જે વર્ષ 2018-19ની સાલમાં 354 બાળકોનાં મૃત્યુ નિપજ્યા હતાં.
જે બે વર્ષની સરખામણીમાં એટલે કે ગત વર્ષે આ બાળ મૃત્યુનાં પ્રમાણમાં સારો એવો ઘટાડો થયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં ગત મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં 15 બકળકો જેટલા બાળકોનાં મૃત્યુ નિપજ્યા હતાં. આમ અમરેલી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં બાળ મૃત્યુનું પ્રમાણ 240 જેવું થવા પામ્યું છે. અમરેલી તાલુકામાં 28 બાળકો, બાબરા તાલુકામાં 9, કુંકાવાવ તાલુકો 12, રાજુલા તાલુકો 26, બગસરા તાલુકો 13, લીલીયા તાલુકો 11, જાફરાબાદ તાલુકો 23, ખાંભા તાલુકો 17, સાવરકુંડલા તાલુકામાં 44, લાઠી તાલુકામાં 30, ધારી તાલુકામાં 27 મળીને કુલ 240 બાળ મૃત્યુનાં કેસો વર્ષ 2019-20નાં સમય ગાળામાં નોંધાયા છે. તેમજ 2018-19ની સાલમાં અમરેલી જિલ્લામાં 354 બાળ મૃત્યુનાં કેસો નોંધાયા હતાં.