અમરેલીમાં એનસીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ

અમરેલી,
ભારત સરકારના ડેરી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા,ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે અમરેલીમાં એનસીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ થયો હતો. અમરેલીના  નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ (એનસીટી)ની સાથે એનસીટી કેન્ડોર આઇવીએફ સેન્ટર (ટેસ્ટ ટયુબ સેન્ટર)નો પણ પ્રારંભ થયો હતો. ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રમાંથી વિનામુલ્યે દર્દીઓને વાહન દ્વારા અમરેલી લાવી તેમની આયુર્વેદીક સારવાર કરી પરત તેમના વિસસતારમાં મુકવાની શરૂઆત પણ કરાઇ છે તે વાહનને પણ રૂપાલાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આધ્ાુનિક ઉપકરણો અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સાથે રાહતદરે સારવાર માટે પંકાયેલી અને અમરેલી જિલ્લામાં ગોળ દવાખાનાના નામે જાણીતી અમરેલીની આ હોસ્પિટલ એક માત્ર એવી છે કે જેમાં મલ્ટીસ્પેશ્યાલીટી સાથે આઇવીએફ યુનિટ પણ છે. શ્રી રૂપાલાએ દિપ પ્રાગટ્ય કરી સંચાલકોને અમરેલીમાં સારી સુવિધા આપવા બદલ અભિનંદન પાાઠવ્યાં હતાં અને સ્વ.દિનેશભાઇ ગાંધીનાં ધર્મપત્નિ શ્રી ક્રિષ્નાબહેન સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. હોસ્પિટલનાં ટ્રસ્ટી મંડળે શ્રી રૂપાલાને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનીત કર્યા હતાં. આ પ્રસંગે સ્વ.દિનેશભાઇ ગાંધીનાં ધર્મપત્નિ ક્રિષ્નાબેન દિનેશભાઇ ગાંધી, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ શ્રી કિશોરભાઇ મહેતા, શ્રી વર્ષિલભાઇ ગાંધી, શ્રી શ્રી સંજયભાઇ ગાંધી, શ્રી કિર્તીભાઇ મહેતા તથા મેનેજમેન્ટ સંચાલકશ્રી વિજયભાઇ નાંઢા, શ્રી અર્પણ જાની, પાળીયાદથી વિહળધામનાં શ્રી ભૈલુબાપુ, કેન્ડોરા આઇવીએફ ટીમ સુરત તથા પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિનેશ પોપટ, ડો.ભરતભાઇ કાનાબાર, અવધ ટાઇમ્સનાં તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ, પુર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઇ જોષી, શ્રી પંકજભાઇ જાની, શ્રી જીતુભાઇ ડેર, શ્રી વનરાજભાઇ કોઠીવાળ, શ્રી અશ્ર્વિન કુંજડીયા, શ્રી કમલેશ કોરાટ, શ્રી ભાવેશ સોઢા, શ્રી રાજુ માંગરોળીયા, શ્રી તુષાર જોષી, શ્રી વિશાલ પંડ્યા, ડો.રામભુવા, ડો.જયદેવ ધામેલીયા, ડો.રાજેશ પરવડીયા, ડો.નિત ચોટાઇ, ડો.અંકીત ગાબાણી, ડો.રજનીકાંત રીબડીયા, ડો.ભુવા, ડો.કલ્પેશ વઘાસીયા, ડો.ચેતના મુરારકર, ડો.પુજા ચોટાઇ, ડો.જાગૃતિ ચાંડપા, ડો.શ્રધ્ધા, ડો.ખેર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં