અમરેલીમાં એલર્ટ : એનડીઆરએફની ટીમ મોકલતી સરકાર

અમરેલી,
અમરેલી જિલ્લામાં ભાદરવા માસના પ્રારંભથી શરૂ થયેલી મેઘસવારી અવિરત શરૂ રહી છે અને જિલ્લામાં ભારેથી અતિશય ભારે વરસાદ પડવાની સંભાવનાને લઇને રાજય સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી એનડીઆરએફની ટીમને ઉતારવામાં આવી છે તથા ગઇકાલના સતત પંથકમાં ઘણા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી ત્યારે બગસરામાં આજે વહેલી સવારથી સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે નદી નાળાઓ છલકાઇ ગયા છે અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ મેઇન બજાર ગોંડલીયા ચોક શાક માર્કેટ સ્ટેશન રોડ જુનાબસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.