અમરેલીમાં એસઆરપી આવી : શહેરમાં વિશાળ ફલેગ માર્ચ

  • આમજનતાને સલામતી અને કાયદાનો અહેસાસ કરાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા શ્રેણીબધ્ધ પગલાઓ સતત શરૂ 
  • ડીવાયએસપી શ્રી મહાવીરસિંહ રાણાના નેતૃત્વમાં ડઝનબંધ અધિકારીઓ સાથે શહેરમાં યોજાયેલી વિરાટ ફલેગ માર્ચનું રાજકમલ ચોકમાં નિરીક્ષણ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
અમરેલીમાં પોલીસતંત્ર દ્વારા તા.22/2ના યોજાનારા કાઠી ક્ષત્રિય સમાજના ઘેરાવ કાર્યક્રમ અને આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઇ પોલીસ વિભાગ દ્વારા અનેક પગલાંઓ લેવાઇ રહ્યા છે. જેના ભાગ રૂપે એસ.આર.પી.ની કંપનીઓ ઉતારાતા આજે બપોર બાદ પોલીસ હેડકવાટરથી શરૂ થઇ વિશાળ ફુટમાર્ચ પોલીસના આધુનિક વાહન વજ્ર અને વરૂણ સાથે શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરિ હતી જેમાં ચીતલ રોડ ડેમના પાળા થઇ સીનીયર સીટીજન પાર્ક, લાઠી રોડ કોલેજ સર્કલ, રેલ્વે સ્ટેશન, એસ.ટી.ડેપો, ડો.જીવરાજ મહેતા ચોક, ટાવર રોડ, જુની દાણા બજાર, લાયબ્રેરી ચોક, નાગનાથ મંદિર થઇ પોલીસ હેડકવાટરમાં પહોચી હતી. આ ફુટમાર્ચમાં ડીવાયએસપી શ્રી મહાવિરસિંહ રાણા, સીટી પીઆઇ શ્રી જે.જે. ચૌધરી, રૂરલ પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ, માઉન્ટેડ યુનીટના પી.એસ.આઇ. શ્રી ગઢવી, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. શ્રી મહેશ મોરી, એલ.સી.બીના શ્રી આર.કે. કરમટા તથા તમામ અધિકારીઓ, વિવિધ બ્રાન્ચનો સ્ટાફ, ડી સ્ટાફ, વિવિધ સ્કવોર્ડ તથા એસ.આર.પી.કંપની, પોલીસ સ્ટાફ, તાલીમાર્થી પોલીસ કર્મચારી ભાઇ-બહેનો, ઘોડેશ્ર્વાર પોલીસ, પોલીસના વાહનો સાથેની વિશાળ ફુટમાર્ચ યોજાઇ હતી. જેને જોવા માટે રસ્તા ઉપર લોકો અને ધંધાર્થીઓ ઉમટી પડ્યા હતા અને રાજકમલ ચોકમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયએ આ ફલેગ માર્ચનું નિરીક્ષણ કર્યુ હતુ.