અમરેલીમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના હસ્તે ફેસ શિલ્ડનું વિતરણ

અમરેલી, અમરેલીમાં કોરોના મહામારી દરમિયાન લોકોનો વધ્ાુ સંપર્ક ધરાવતા વેપારીઓને ડો. ભરતભાઇ કાનાબાર અને પી.પી. સોજીત્રાની ટીમ દ્વારા શહેરના વેપારીઓને ફેસ શિલ્ડ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના ભાગ રૂપે અમરેલીના ડો. જીવરાજ મહેતા ચોકમાં ડો. કાનાબાર દ્વારા એસ.પી. નિર્લિપ્ત રાયના હસ્તે ફેસ શિલ્ડનું વિતરણ કરવામાં આવેલ. જેમાં અગ્રણી વેપારીઓને ફેસ શિલ્ડ પહેરાવ્યા હતા. એસ.પી. નિર્લિપ્ત રાયનું ડો. કાનાબાર, પી.પી. સોજીત્રા અને શહેરના અગ્રણી વેપારીઓ દ્વારા બુકે અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ અમરેલી શહેરના તમામ વેપારીઓને દુકાને – દુકાને જઇને ફેસ શિલ્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી તેમજ પોલીસ તંત્ર, લોક ભાગીદારી અને વહીવટી તંત્રના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ હતું.