અમરેલીમાં એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા 11મી એ લોક દરબાર યોજાશે

  • વ્યાજખોરો, ભુમાફિયાઓ, ધમકીથી નાણા પડાવનાર સામેની ફરિયાદો માટે
  • અમરેલી એસપી કચેરી ખાતે ગુરૂવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી લોક દરબારનું આયોજન

અમરેલી,
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયએ પ્રજાજોગ જાહેર સંદેશમાં જણાવ્યુ છે કે, અમરેલી S.P. કચેરી ખાતે તા.11/02/2021નાં ક.12/00 થી 14/00 સુધી લોક દરબારનું આયોજન રાખવામાં આવેલ છે.જેમાં લાયસન્સ વગર ગે.કા. વ્યાજે પૈસા આપનાર,બળજબરીથી કે ધમકી આપીને પૈસા પડાવનાર,ગે.કા.વ્યાજે પૈસા આપીને જમીન પચાવી પાડનાર શખ્સોે વિરૂદ્ધ અરજદારો ફરિયાદ આપી શકશે.