- કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી
અમરેલી,કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની સાંસદ ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાની જનતા માટે તૈયાર કરાયેલ ઓકિસજન પ્લાન્ટ નું શાંતા બા મેડિકલ કોલેજ અને અમરેલી જનરલ હોસ્પિટલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી અગ્રણી અને ભાજપનાં પીઢ નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા લોકાર્પણ કાર્યકમમાં પ્રદેશ ભાજપ યુવા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, પ્રદેશ ભાજપ મહિલા મોરચા મંત્રી ભાવનાબેન ગોંડલિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, દિનેશભાઇ પોપટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.