અમરેલીમાં ઓક્સિજન વ્યવસ્થા સાથે તૈયાર થઈ રહેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ શ્રી  કાછડીયા

અમરેલી, વર્તમાનમાં સમગ્ર વિશ્ર્વ, દેશ અને રાજયમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આજ રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી શહેર ખાતે આવેલ નસીંગ કોલેજમાં ઓક્સિજનની વ્યવસ્થા સાથે તૈયાર થઈ રહેલ 80 બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી અને જીલ્લા કલેકટર શ્રી આયુષકુમાર ઓક સાથે ટેલિફોનીક વાત કરી વતમાનમાં અમરેલી જીલ્લામાં કાયરત કોવિડ હોસ્પિટલ, તેમાં ઉપલબ્ધ બેડ, ઓક્સિજન અને વેન્ટીલેટર વ્યવસ્થાઓ વગેરે અંગે તાગ મેળવ્યો હતો. સાંસદશ્રીની મુલાકાત સમયે  નસીંગ કોલેજ ખાતે જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસભાઈ પરમાર, શાંતાબા જનરલ મેડીકલ હોસ્પિટલના કેમ્પસ ડીરેકટર શ્રી પિન્ટુભાઈ ધાનાણી, શ્રી મુકેશભાઈ ધાનાણી, શ્રી ડેની રામાણી, ડો. ભાવેશભાઈ મહેતા અને માગ-મકાન વિભાગ સ્ટેેટના નાયબ કાયપાલક ઈજનેર શ્રી સુમા પણ ઉપસ્થિત હતા. આજ રોજ સાંસદશ્રીએ નસીંગ કોલેજ ખાતે ત્રીજા માળે ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરેલ હતુ અને કોરોનાના દદીઓનું વ્હીલ ચેર અથવા સ્ટ્રેચર દ્રારાત્રીજા માળે સરળતાથી વહન થઈ શકે તે માટે લીફટ પશ્4 ફુટ ની મુક્વાના બદલે પશ્7 ફુટની મુક્વા નિણય કરાવેલ હતો. સાંસદશ્રીએ જીલ્લામાં ઓક્સિજન સાથે બેડની ઉપલબ્ધતા અંગે જણાવેલ છે કે, હાલમાં અમરેલી જીલ્લામાં શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ-અમરેલી ખાતે 218 પૈકી 218, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુવેદ કોલેજ એન્ડ હોસ્પિટલ-અમરેલી (રાધિકા) ખાતે 100 પૈકી 100, એમ્સ હોસ્પિટલ-અમરેલી ખાતે  રપ પૈક્સ 20, આસ્થા હોસ્પિટલ ખાતે 38 પૈકી ર8, સીવીલ હોસ્પિટલ-સાવરકુંડલા ખાતે 60 પૈકી પપ, સીવીલ હોસ્પિટલ-રાજુલા ખાતે 50 પૈકી 10 અને સામુહિક આરોગ્ય કેન્-ચિતલ ખાતે 30 પૈકી 30 એમ કુલ જીલ્લામાં પ21 પૈકી 461 ઓક્સિજન સાથેના બેડની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત હોમીયોપેથી કોલેજ-અમરેલી ખાતે 66 અને શાંતાબા ગલ્સ હોસ્ટેલ-અમરેલી ખાતે 120 એમ કુલ 186 આઈસોલેશન બેડની સુવિધા ઉપલબ્ધ છે અને આગામી ટૂંક સમયમાં નસીંગ કોલેજ-અમરેલી ખાતે 80 અને સરકારી આયુવેદીક હોસ્પિટલ-અમરેલી ખાતે 20 એમ કુલ 100 ઓક્સિજન સાથેના બેડની સુવિધા ઉભી કરવાની કામગીરી પ્રગતિમાં છે. અંતે સાંસદશ્રીએ જણાવેલ છે કે, કોરોનાના દદીઓ કે તેમના સ્નેહીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો સાંસદ કાયાલય (ફોન નં. 02792-227878) અથવા મો. નં. 9429405060 ઉપર સંપક કરવો.