અમરેલીમાં કડકડતી ઠંડીનું મોજુ : હજુ વધુ ઠંડીની આગાહી

અમરેલી,
ઠંડીમાં કાયમ કચ્છ અને ડીસા સાથે હરફાઇમાં ઉતરતા અમરેલીમાં બે દિવસથી કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે અને ઓણસાલ ૠતુચક્ર એક મહીનો મોડું ચાલી રહયું હોય તેમ ડીસેમ્બર અર્ધો વીતી ગયા પછી હવે કડકડતી ટાઢના સુસવાટા બે દિવસથી શરૂ શરૂ થઇ ગયા છે. અને ઠંડી શરૂ થતા જ લોકોએ તળીયે રાખેલા ગરમ કપડા બહાર કાઢયા છે.