અમરેલીમાં કમલમ શરાફી મંડળીના પ્રમુખ પદે કોમલબેન રામાણી

  • શ્રી દિલીપભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયાની ઉપસ્થિતીમાં વરણીને આવકાર

અમરેલી, પાલીકાના સદસ્ય શ્રી કોમલબેન રામાણીની કમલમ શરાફી મંડળીના પ્રમુખપદે વરણીને સર્વેએ આવકારેલ છે.અમરેલી નગરપાલિકા બાંધકામ ચેરમેન કોમલબેન સંજયભાઇ રામાણીને કમલમ શરાફી સહકારી મંળીના પ્રમુખપદે નિમણુંક કરવામાં આવી તે પ્રસંગે શ્રી દિલીપભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયા, મંજુલાબેન જોષી, ભાવનાબેન ગોંડલીયા, ચંદુભાઇ રામાણી, રેખાબેન માવદીયાની ઉપસ્થિતીમાં નિમણુંક થતા સર્વેએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને વધ્ાુ પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કર્યાનું જણાવ્યુ છે.