અમરેલીમાં કર્ફયુ ભંગ બદલ પાંચ દુકાનો સીલ કરતુ તંત્ર

  • અમરેલી શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે બેદરકારી દાખવનારાઓ સામે આકરા પગલાઓ

અમરેલી,અમરેલી શહેર જિલ્લામાં કોરોના સંક્રમણના પગલે રાત્રી કર્ફયુ જાહેર થતા કર્ફયુ ભંગ બદલ પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી શહેરમાં તારિખ 13.04.2021 નાં વહેલી સવારે 06.00 કલાક પહેલા અમરેલી શહેરમાં રાત્રિ કર્ફ્યું ભંગ બદલ અમરેલી શહેર વિસ્તારમાં જુના માર્કેટ યાર્ડ તેમજ હનુમાનપરા રોડ પર આવેલ (1) સુરતી વાળા અન્તુભાઈ દેશાણી કિસાન ટી સ્ટોલ , (2) કિસાન કેન્ટીન, (3) ભૂરાની ચા (4) કનૈયા ટી સ્ટોલ (5) ગેબી કૃપા ફરસાણ જનરલ સ્ટોર શોપ એક્ટ અધિનિયમ અને ગુજરાત સરકાર શ્રી ની કોવિડ 19 માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ આજે ઉકત પાંચ દુકાનો અમરેલી શહેર પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે. જે. ચૌધરી અમરેલી શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી. વી. પંડ્યા અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એલ. જી. હુણ કોવિડ 19 લાયઝન અધિકારી શ્રી દિપક ગલથિયા દ્વારા સીલ કરવામાં આવેલ છે.