અમરેલીમાં કલેકટરશ્રી દ્વારા કોવિડ માટે ખાનગી ડોકટરોની સેવા લેવા તૈયારીઓ

  • કોરોનાના દર્દીઓની સઘન સારવાર માટે મુખ્યમંત્રીશ્રીના નિર્ણય મુજબ
  • ઇન્ડિયન મેડીકલ એસોસીએશન અમરેલીના પ્રેસિડેન્ટ ડો. ગજેરાએ અગાઉ આઇએમએની મદદ માટે તૈયારી દર્શાવી હતી

અમરેલી,
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સઘન સારવાર માટે મુખ્યમંત્રીશ્રીએ આઇએમએ સાથે યોજેલી કોન્ફરન્સમાં લેવાયેલ નિર્ણય મુજબ અમરેલીમાં પણ કલેકટરશ્રી દ્વારા કોવિડ માટે ખાનગી ડોકટરોની સેવા લેવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અગાઉ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન અમરેલીના પ્રેસિડેન્ટ ડો. ગજેરાએ અગાઉ આઇએમએની મદદ માટે તૈયારી દર્શાવી હતી પરંતુ હવે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની હોય દર્દીને વધુ સારી સારવાર મળે તે માટે 20 થી 30 દર્દી દીઠ એક ડોકટરની સેવા મળી રહે તે માટે ઓર્થોપેડીક, ડર્મેટોલોજીસ્ટ, એમબીબીએસ થયેલા તબીબોની સેવા કોવિડ માટે લેવાનો નિર્ણય કરી અને અમરેલીમાં પ્રાઇવેટ તબીબો તથા નર્સીગ સ્ટાફનું લીસ્ટ તૈયાર થઇ રહયુ હોવાનું જાણવા મળેલ છે.
આ ઉપરાંત હાલમાં મેડીકલ કોલેજ બંધ હોય તેના તબીબો અને ત્યાર બાદ ખાનગી તબીબોને દર્દીઓની સારવાર માટે કોવિડ હોસ્પિટલોમાં ફરજ આપવાની તૈયારીઓ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.