અમરેલીમાં કાપડ તથા રેડીમેન્ડ ગારમેન્ટની દુકાનો સાંજના 5 સુધી જ ખુલ્લી રહેશે : એસોશીએશનનો નિર્ણય

અમરેલી,કોરોના વૈશ્વિક મહામારી માં જ્યારે ગુજરાત  કોરોનાનું હોટસ્પોટ રાજ્ય બની ગયું હોય ત્યરે અમદાવાદ અને સુરત માં દિન પ્રતિદિન પોઝિટિવ આંકડા વધતા જતા હોય ત્યરે વિકટ પરિસ્થિતિ થવા પામી છે.એક સમયે અમરેલી જિલ્લો ગ્રીન ઝોન હતો અને અત્તયરે 200 ના આંકડા ને પાર થવા જઈ રહ્યો
છે ત્યરે અમરેલી જિલ્લા તેમજ શહેરી લોકો માટે કડક અમલવારી જરૂરી બની ગઈ ગઈ છે ત્યરે અમરેલી કાપડ અસ્સો ના પ્રમુખ નટુભાઈ માસોયા અને અમરેલી રેડીમેડ ગારમેન્ટ અસ્સો ના પ્રમુખ જતિનભાઈ શેઠ દ્વારા સયુંકત ઉપક્રમે મિટિંગ માં તા.16.7  થી 31.7.20 સુધી સવાર ના 8 થી સાંજ ના 5 વાગ્યા સુધી કાપડ તેમજ ગારમેન્ટ ની દુકાનો ખુલ્લી રહેસે.તેવો નિર્ણય તમામ વેપારીઓ ના સહકાર થી  આ ઠરાવ પસાર કરેલ છે. અમરેલી શહેર ને કોરોનાનું હબ બનતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે હવે પછી ના તહેવારો માં શાંતિ થી આપના વેપાર ધંધા કરી શકીએ અને આપણા અમરેલી જિલ્લા તેમજ શહેર ને કોરોના મુક્ત કરી બનાવવું એ આપણી સૌ ની જવાબદારી છે.