અમરેલી,
મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના પ્રાગટય દિને તા.10 ને રવિવારે ધાર્મિકતાથી ભવ્યાતિ ભવ્ય ઉજવાશે અને રામ જન્મોત્સવ રથયાત્રા માટે વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા ભવ્ય રામ રથયાત્રાનું તા.10 ને રવિવારે સવારે આયોજન કરાયુ છે જેમાં હાથી, ઘોડા, વિવિધ ફલોટ તથા ચંપારણ્યના ગાદીપતિ પુ.શ્રી દ્વારકેશલાલજી મહોદય અને સંતો મહંતો જોડાશે આ રથયાત્રા સરકારવાડાના શ્રી રામજી મંદિરેથી નાગનાથ મહાદેવ ચોક, જિલ્લા પંચાયતથી એસટી ડેપો ત્યાંથી લક્ષ્મીનારાયણ મંદિર, ભીડભંજન મંદિર, સંત મુળદાસ મંદિર, ટાવરેથી હવેલીએ અને લાઇબ્રેરી ચોકથી શ્રી રામજી મંદિરે પરત ફરશે આ શોભાયાત્રામાં જોડાવવા માટે ધાર્મિકજનોને શ્રી હસમુખ દુધાત, શ્રી ભાનુભાઇ કીકાણી, શ્રી ધર્મેન્દ્રભાઇ કાચા, શ્રી ચંદ્રેશભાઇ મહેતા, શ્રી ભરતભાઇ કાનાણી, શ્રી અમૃતરાવ ઘોડપડે, શ્રી જયમલભાઇ ચુડાસમા