અમરેલીમાં કાળમુખા કોરોનાનો કહેર : 18 મો ભોગ લીધો

  • કોરોના હવે ગતિ પકડે છે : શુક્રવારે વધુ 21 પોઝિટિવ કેસ
  • 21 માંથી 7 કેસ અમરેલી શહેરનાં : કોરોનાને કારણે હિંડોરણાનાં મહિલાનું મૃત્યું : કુંડલાના 5મી એ મૃત્યુ પામનાર જયસુખભાઇ ડોબરીયાનો રિપોર્ટ પણ પોઝિટિવ

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાના લોકલ સંક્રમણનો દોર શરૂ થયો છે શુક્રવારે સવારે 21 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં અમરેલીમાં 7 રાજુલામાં 2 અને કુકાવાવ તાલુકામાં 2 તથા ધારી તાલુકામાં 3, સાવરકુંડલામાં 2, લાઠી અને લીલીયામાં 1 -1 અને બગસરા અને ચિતલમાં કેસ નોંધાયા છે અને રાજુલાના હિંડોરણામાં કોરોનાથી મહિલાનું મૃત્યું થયુ છે અને 5 મી તારીખે મૃત્યુ પામનાર સાવરકુંડલાના હીરાના કારખાનાદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમરેલી ચિતલ રોડ ઉપર આવેલી ત્રિપદા સોસાયટી માં બે કેસ રોકડ વાડીમાં અને રોકડિયા પરા માં એક એક કેસ તથા બહાર પરા માં એક કેસ તથા અમરેલી વૃંદાવન પાર્કમાં અને શહેરમાં 1 મળી 7 કેસ નોંધાયા છે જ્યારે રાજુલામાં ભેરાઈ રોડ તથા યોગી એપાર્ટમેન્ટ માં એક એક કેસ આવ્યા છે કુકાવાવ ના મોટા ઉજળા અને ખાંભાના રૂગનાથપુરમાં એક કેસ નોંધાયો છે બગસરાનાં કુંકાવાવ નાકા તથા વડીયામાં લીલીયાના ઢાંગલામાં, ધારી શહેરમાં અને ધારીના ભાડેરમાં 2 કેસ તથા અમરેલીના ચિતલમાં, લાઠીના મહાવીરનગરમાં અને સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડે 2 કેસ આવ્યા છે.શુક્રવારે આરોગ્ય તંત્રએ જણાવ્યુ હતુ કે રાજુલાના હિંડોરણાના 55 વર્ષના મહિલાનું કોરોનાને કારણે મૃત્યુ થતા મૃત્યુનો આંક 18 થયો છે અને તા5 મી ના સાવરકુંડલાના અગ્રણી હીરાના કારખાનેદાર જયસુખભાઇ ગોકુળભાઇ ડોબરીયા ઉ.વ.49 રે. સર્વોદય નગર નેસડી રોડનું અમરેલી ખાતે કોરોનાના શંકાસ્પદ વોડર્માં સારવાર દરમિયાન મૃત્યું થયુ હતુ. તેમનો કોરોના રિપોર્ટ પણ પાછળથી પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે આ ઉપરાંત જુના સાવરના વતની અને સુરતના વરાછામાં રહેતા અગ્રણી બિલ્ડર શ્રી ભોળાભાઇ લહેરીનું પણ કોરોનાને કારણે મૃત્યું નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.જ્યારે આજે વધ્ાુ 10 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયાં છે. જેમાં ચિતલનાં ગુરૂકુળ પાસે, સાવરકુંડલામાં બે, રાજુલાનાં છાપરી, અમરેલીનાં સરદારનગર શેરી નં.6 તથા અમરેલીનાં ગીરીરાજ શેરી નં.3, ધારી વ્રજ હોસ્ટેલ, બગસરામાં નગીના મસ્જીદ સામે બે દર્દીઓ કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં દાખલ થયાં છે.