અમરેલીમાં કાળમુખો કોરોના વધુ બે દર્દીઓને ભરખી ગયો

  • અમરેલીનાં સુખનાથપરાના વૃધ્ધા અને સાવરકુંડલાના નેસડી રોડના પ્રૌઢના સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યાં

અમરેલી,
હમણા હમણા અમરેલીમાંથી એકેય દિવસ જમરાજા ખાલી હાથે પાછા જતા નથી રોજ એકાદ બે દર્દીઓને ઉઠાવી અને લઇ જાય છે આજે શુક્રવારે અમરેલીમાં કાળમુખો કોરોના વધુબે દર્દીઓને ભરખી ગયો હતો અમરેલીનાં સુખનાથપરાના 68 વર્ષના વૃધ્ધા અને સાવરકુંડલાના નેસડી રોડના ગોકુલનગરનાં 52 વર્ષના પ્રૌઢના અમરેલી ખાતે સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યાં હતા.