અમરેલીમાં કોંગ્રેસનો સંપુર્ણ સફાયો થવાનો :શ્રી મહેશ કસવાલા

  • ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને અમરેલી જિલ્લાના વતની શ્રી મહેશ કસવાલાની અવધ ટાઇમ્સ સાથે વાતચીત 

અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને અમરેલી જિલ્લાના વતની અને ગૌરવ એવા શ્રી મહેશ કસવાલાએ અવધ ટાઇમ્સ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજ્યભરની જેમ અમરેલી જિલ્લામાં ભાજપ કોંગ્રેસને સાફ કરી નાખશે કારણકે એક માત્ર ભાજપ એવો પક્ષ છે કે જે સતામાં રહેવા છતા તેનામાં લોકોનો ભરોસો વધ્યો છે અને દુનિયામાં કોંગ્રેસ એક માત્ર એવો પક્ષ છે કે વિરોધપક્ષે પણ નિષ્ફળ ગયો છે.
વિરોધપક્ષે પણ સદંતર નિષ્ફળ ગયેલ અને લોકોનો અવાજ બનવામાં પણ નિષ્ફળ ગયેલ કોંગ્રેસની સામે જે ચુકાદો સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ સહિતના કોર્પોરેશનો આપ્યો છે તે જ ચુકાદો બે દિવસ પછી દરેક ગામડુ આપવાનું છે કારણકે દુનિયામાં પહેલી વખત કોંગ્રેસ એવો પક્ષ બન્યો છે કે તે વિપક્ષ તરીકે નિષ્ફળ ગઇ છે અને ભાજપ સતામાં હોવા છતા તેનામાં લોકો સતત ભરોસો વધારી રહયા છે 2015 માં કરેલી ભુલ આ વખતે લોકો સુધારી નાખશે તેમાં કોઇ શંકા નથી તેમ શ્રી મહેશ કસવાલાએ જણાવ્યુ છે. મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપનાં મહામંત્રી શ્રી મહેશભાઇ કસવાલા, અમરેલી પાલીકા ચુંટણી ઇન્ચાર્જ શ્રી મુકેશભાઇ સંઘાણી, જિલ્લા સંઘનાં પ્રમુખ શ્રી મનીષભાઇ સંઘાણી, શ્રી વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.